સાહેબને આઇડિયા આવ્યો
સોમવારે સવારે
સાહેબને આઇડિયા આવ્યો.
મંગળવારે
એની મીટિંગ થઈ,
બુધવારે
મીટિંગની મીટિંગ થઈ,
ગુરુવારે
પ્રેઝન્ટેશનના અઢાર પાના બન્યા,
શુક્રવારે
રાતે બાર વાગ્યે
કોઈ જુનિયરે
એ આઇડિયા પર કામ કર્યું.
શનિવારે
સાહેબને ઍવૉર્ડ મળ્યો.
રવિવારે
જુનિયરને
તાવ આવ્યો —
પણ એ તાવનો
કોઈ આઇડિયા
સાહેબને ન આવ્યો.
– પરાગ રતનપરા