રોપી દે
વડીલો જેમ ઊભું'તું, ફરી એ ઝાડ રોપી દે,
હતી ચકલી, હતા માળા, હતી એ વાડ રોપી દે.
નવા રસ્તા પહોળા થઈ ગયા, ને છાંયડા ઓછા,
બળે છે પગ ઉઘાડા, છાંયડાની આડ રોપી દે.
સભામાં 'ગ્રીન'ના નારા, ગલીમાં ઠૂંઠ ઊભાં છે,
ભલે ભાષણ તમારાં તાડ જેવાં, તાડ રોપી દે.
પધારે દીકરી ઘરમાં, ઉછેરો આંગણે છોડો,
વિદાયે છાંયડો દેશે, પિતાનાં લાડ રોપી દે.
પરાગે ગીરમાં જોયા અબોલા ડુંગરા, બોલ્યો:
ફરી જંગલ ઉગાડી દે, ગરજતી ત્રાડ રોપી દે.
– પરાગ રતનપરા
#ગઝલ #પર્યાવરણ #વૃક્ષ #હરિયાળી #ગીર #પરાગરતનપરા
#GujaratiGhazal #SaveTrees #Environment #GreenEarth #GirForest #ParagRatanpara