← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેતમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે શોધતા’તા દિશા રેતમાં,
મળી માત્ર આખી તૃષા રેતમાં.

હરણ જેમ દોડ્યા અમે જળ ભણી,
હતી ઝાંઝવાની હવા રેતમાં.

ગયા કાફલા, ધૂળ બાકી રહી,
પડી છે અધૂરી કથા રેતમાં.

ન મંદિર, ન મસ્જિદ, ન દેરી કશે,
હજી ફરફરે છે ધજા રેતમાં.

ભલે બાગ ના હો, પરાગે છતાં
ઉગાડી સુગંધી લતા રેતમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #રણ #મૃગજળ #તરસ #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Desert #Mirage #Thirst #Faith #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનોટ પરના બાપુઆગલો લેખ →દુબઈ દેશે