રણની પનિહારી
રણની વચ્ચે
એક સ્ત્રી
માથે ત્રણ બેડાં મૂકી
છ ગાઉ ચાલે છે.
પગ નીચે
રેતી સળગે,
માથે સૂરજ,
ને છાતીમાં
ઘરે તરસ્યાં બેઠેલાં ત્રણ છોકરાંનાં મોં.
ગામમાં ભાષણ થયું —
‘હર ઘર જળ!’
તાળીઓ પડી.
એ સ્ત્રી
તાળી ન પાડી શકી —
બંને હાથ
બેડાં સાચવવામાં
રોકાયેલા હતા.
– પરાગ રતનપરા