રણ મહીં
પ્યાસ લઈ નીકળી ગાગરી રણ મહીં,
ને વગાડે તરસ ઝાંઝરી રણ મહીં.
આભ કોરું હતું, મેઘ આવ્યો નહીં,
તોય ઊગી ખરી બાજરી રણ મહીં.
ઊંટના પગ તળે વેળુ બળતી બધી,
ને પડી ખૂંચતી કાંકરી રણ મહીં.
કોઈ ઘડતું હતું માટલાં પ્રેમનાં,
આજ બસ ફૂટલી ઠીકરી રણ મહીં.
ફૂલ ના, બાગ ના, ના ‘પરાગે’ સુવાસ,
તોય વાગી રહી ઝાલરી રણ મહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #રણ #તરસ #કચ્છ #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Desert #Thirst #Kutch #Resilience #ParagRatanpara