રાતભર
તું ન આવી, તોય તારી રાહ જાગ્યા રાતભર,
ભીંતની ઘડિયાળમાં ડંકા જ વાગ્યા રાતભર.
ચાંદને પૂછ્યું, ન બોલ્યો, તારલા પણ મૌન સૌ,
તોય એ સૌ પાસ તારી ભાળ માગ્યા રાતભર.
ઊંઘ તો રીસાઈ બેઠી, ના મનાવ્યે માનતી,
સ્વપ્ન પણ તો પાંપણ થકી દૂર ભાગ્યા રાતભર.
મચ્છરો ગુંજન કરીને ગાય મારા કાનમાં,
એ ય તારા વિરહની ગઝલો જ લાગ્યા રાતભર.
તેલ ખૂટ્યું, વાટ સળગી, દીવડો ઝૂઝ્યો, ‘પરાગ’,
ને અમે તારા વિના સૌ મોહ ત્યાગ્યા રાતભર.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #ઉજાગરો #વિરહ #હળવીરમૂજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #SleeplessNight #Longing #LightHumour #ParagRatanpara