રાખું છું
નથી તું પાસ, તો પણ હું હજી તસવીર રાખું છું,
પગે તારાં સ્મરણની હું મધુર જંજીર રાખું છું.
ઘણા પંડિત, ઘણા જ્યોતિષ, બધાને હાથ દેખાડ્યો,
હળે ખેતર ઉઝરડીને, લખી તકદીર રાખું છું.
ન ખેતર છે, ન વાડી છે, ન ગાડી કે તિજોરી છે,
ગઝલ નામે જ હું તો શબ્દની જાગીર રાખું છું.
તમે ભોંકી ગયાં’તાં જે, જિગર મધ્યે હજી ખૂંચે,
નિશાની પ્રેમની માની, હૃદયમાં તીર રાખું છું.
પરાગે ફૂલ છોડ્યું, બાગ છોડ્યો, ને હવા પકડી,
છતાં ભીની નજરમાં હું ગુલાબી નીર રાખું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સ્મૃતિ #પરિશ્રમ #શબ્દસંપત્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #ThingsIKeep #Remembrance #HardWork #WealthOfWords #ParagRatanpara