← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રથમ વાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને જોઈ હૈયું ધબક્યું પ્રથમ વાર,
અને આંખમાં જળ છલક્યું પ્રથમ વાર.

હતું મૌન ઘર આ યુગોથી અમારું,
પધાર્યા તમે, ને મલક્યું પ્રથમ વાર.

અમાસે હતું આંગણું સાવ સૂનું,
તમે દીપ મૂક્યો, ચમક્યું પ્રથમ વાર.

હતું ઝાડ સૂકું, ન પંખી, ન માળો,
તમારા પગરવે ટહુક્યું પ્રથમ વાર.

પરાગે ઘણી મ્હેક વેરી, છતાં પણ
અડી તું, સુમન આ થડક્યું પ્રથમ વાર.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રથમપ્રેમ #મિલન #રોમાંચ #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #FirstHeartbeat #Romance #Union #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડૂબેલું ગામઆગલો લેખ →કહી દે છે