પોસ્ટ છે
શોક છે, આંસુ છે, લાગણી પોસ્ટ છે,
જન્મદિન, લગ્નની ઉજવણી પોસ્ટ છે.
ખેતમાં બીજ ના, આભમાં મેઘ ના,
તોય સરકારની વાવણી પોસ્ટ છે.
બા પડી એકલી ઓરડે ખાંસતી,
ફોનમાં ‘મૉમ’ની ઓઢણી પોસ્ટ છે.
ઝેર ઓક્યું સભામાં થયો શોર જ્યાં,
ને ક્ષમાની ત્વરિત માગણી પોસ્ટ છે.
આ ‘પરાગે’ લખી’તી ગઝલ દર્દથી,
લાઈકોની હવે કાપણી પોસ્ટ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સોશિયલમીડિયા #દેખાડો #ડિજિટલયુગ #પરાગરતનપરા
#GujaratiGhazal #SocialMediaSatire #ShowOff #DigitalAge #Hypocrisy #ParagRatanpara