પિતાજી
સવારે વહેલા જગાડે પિતાજી,
પછી હાથ ઝાલી રમાડે પિતાજી.
ભલે હારનાં હો લખાણો હજારો,
છતાં હારને પણ પછાડે પિતાજી.
નથી બોલતા, પી જતા સર્વ પીડા,
કદી ના હૃદયને ઉઘાડે પિતાજી.
ભલે લોટ ખૂટે, ભલે તેલ ખૂટે,
છતાં પેટ પૂરું જમાડે પિતાજી.
‘પરાગે’ હવે બાપ થઈને જ જાણ્યું,
તપે સૂર્ય જેવા દહાડે પિતાજી.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #પિતૃપ્રેમ #ત્યાગ #મૌનપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersLove #SilentSacrifice #Fatherhood #ParagRatanpara