← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પી ગયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના સુરાહી, ના સુરા, હું તો નજરને પી ગયો,
એક ઘૂંટે હું પછી આખી સફરને પી ગયો.

કોઈ મંદિર, કોઈ મસ્જિદ, કોઈ મયખાને ગયું,
હું ફકીરોની ઉદાસી ને કબરને પી ગયો.

કોઈ પૂછે: કેમ ડોલે? તો કહું છું એટલું,
નામ લઈને શ્યામનું હું તો ઝહરને પી ગયો.

ઝાંપલે ઊભી હતી મા, આંખમાં દરિયો હતો,
જાત લઈ પરદેશ, એના એ જિગરને પી ગયો.

ફૂલની પ્યાલી ભરીને ઝાકળો પીતો પરાગ,
મ્હેક થઈ એ ગુંજતા કાળા ભ્રમરને પી ગયો.

– પરાગ રતનપરા

#ગઝલ #સૂફી #નશો #ભક્તિ #ફકીરી #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiPoetry #DivineIntoxication #Devotion #Mysticism #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક રૂપિયાનો સિક્કોઆગલો લેખ →હાલો મેળે