← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પથિક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ પથિક છે —
પણ એની પાસે
ઝોળી નથી, લાકડી નથી,
પીઠ પર
લાલ થેલો છે
અને માથે હેલ્મેટ.

દિવસમાં
ચાલીસ દરવાજે
એ ઘંટડી વગાડે છે,
ચાલીસ વાર
‘થૅંક યુ’ સાંભળે છે,
અને એક વાર પણ
કોઈ એને
પાણી માટે પૂછતું નથી.

નકશામાં
એનું સ્થાન
એક નાનું વાદળી ટપકું છે
જે સતત ખસતું રહે છે.

રાતે
એ ઘેર પહોંચે છે,
દીકરી પૂછે છે:
‘પપ્પા, આજે ક્યાં ક્યાં ગયા?’

એ હસીને કહે છે:
‘આખા શહેરમાં, બેટા.’

પછી મનમાં ઉમેરે છે:
‘ફક્ત
કોઈના ઘરમાં નહીં.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસ્વયંનેઆગલો લેખ →મૂળમાં