← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરમ આનંદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વર્ષો સુધી મેં આનંદ ખરીદ્યો —
ગાડીમાં, ઘડિયાળમાં,
પાંચ તારાની હૉટેલોમાં.

દરેક આનંદ પર
એક્સપાયરી ડેટ છાપેલી હતી.

ગઈ કાલે
પૌત્રીએ પહેલું ડગલું ભર્યું,
લથડી,
મારી આંગળી પકડી,
ને ખડખડાટ હસી.

એ હાસ્યની રસીદ
મારી પાસે નથી,
પણ એનું વળતર
હું આખી રાત
ગણ્યા કરું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગામનો રસ્તોઆગલો લેખ →લખ્યું હશે