ઍપમાં
ઘંટડી ના, દીવડો ના, આજ પૂજા ઍપમાં,
ચારધામોની કરો સૌ રોજ યાત્રા ઍપમાં.
બા લખે છે: ‘ઠીક છું’, ને મોકલે છે ફૂલડાં,
પણ છુપાવી દે બધી એ રાત-ચિંતા ઍપમાં.
‘ડેટ’ પર જઈને ય ફોને સૌ મગન બેઠાં રહે,
નેણની ભૂલી કળા, ને પ્રેમ-ભાષા ઍપમાં.
રાતના બાળો સુવે છે ફોનના ગીતો સુણી,
ને પરીઓની ય સઘળી રોજ વાર્તા ઍપમાં.
આ ‘પરાગે’ પણ ગઝલની ‘પોસ્ટ’ મૂકી રાતના,
‘વાહ’ ગણવાની સવારે રોજ માયા ઍપમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ટેકનોલોજી #મોબાઈલ #આધુનિકજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #AppLife #DigitalAge #ModernLiving #ParagRatanpara