પગલાં
દરિયાકાંઠે
રેતીમાં
બે જોડ પગલાં
સાથે સાથે ચાલતાં હતાં.
એક મોજું આવ્યું,
એક જોડ ભૂંસાઈ ગઈ.
બીજી જોડ
થોડી વાર
ત્યાં જ ઊભી રહી,
જાણે રાહ જોતી હોય.
પછી
એકલી આગળ વધી —
પણ હવે
એનાં પગલાં
થોડાં ઊંડાં પડતાં હતાં,
જાણે
બે જણનો ભાર
એકલાં ઉપાડતાં હોય.
– પરાગ રતનપરા