← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોંઘવારીના નગરમાં પળ મહીં ખૂટ્યો પગાર,
માસ આખો રાહ જોવી, ને સરી છૂટ્યો પગાર.

કેટલા હકદાર એના, કેટલા લેણાં હતાં,
ઘેર જાતાં રાહમાં સૌએ મળી લૂંટ્યો પગાર.

શ્રીમતીને સાડલો ને છોકરાંને ફોન, બસ
તાણતાં બંને દિશામાં, મધ્યમાં તૂટ્યો પગાર.

‘આ ખરી મંદી’ કહીને બૉસ ઊડ્યા પેરિસે,
માગતાં થોડો વધારો, હાય! ત્યાં રૂઠ્યો પગાર.

આ ‘પરાગે’ શબ્દનાં તો ખેતરો ખેડ્યાં ઘણાં,
ને ગઝલની કૂંપળે ત્યાં ના કદી ફૂટ્યો પગાર.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #પગાર #મોંઘવારી #મધ્યમવર્ગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Salary #Inflation #MiddleClassLife #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખચર્ચા ચાલે છેઆગલો લેખ →ચાવી