← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પડછાયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એકલો હું, સાથમાં બસ આજ પડછાયો હતો,
ઘર, સ્વજન સૌ દૂર, મારી લાજ પડછાયો હતો.

ભરબપોરે સૂર્ય માથે, ને પગે સંકોચતો,
રંક જેવો તોય મારો તાજ પડછાયો હતો.

રાતભર ઝૂમ્યા કરે એ ભીંત પર દીવા સમીપ,
સૂર ના, ના તાલ, તોયે સાજ પડછાયો હતો.

મેં કશે ખોલ્યા નહીં’તા ભેદ મારા પ્રેમના,
જાણતો’તો માત્ર એક જ રાજ, પડછાયો હતો.

આખરે સૂરજ ગયો, ને સૌ ગયા ત્યારે પરાગ,
કોણ ઊભું’તું? અમારે કાજ પડછાયો હતો.

– પરાગ રતનપરા

#ગઝલ #પડછાયો #એકલતા #સાથ #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #Shadow #Solitude #Companion #Silence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજતાં પહેલાંઆગલો લેખ →મેળામાં