પડાવ
બધે દોડ, ચિંતા, બધે બસ તણાવ,
ન છાંયો, ન વિશ્રામ, ના કો’ પડાવ.
હતા ઓળખીતા, હતો સ્નેહ પણ,
હવે ઓળખાણો, ન દિલનો લગાવ.
દવા ઊંઘની રોજ લેવી પડે,
નથી ઊંઘ, ખોયો અમે એ સ્વભાવ.
સવારે ઉઠી ફોન જોવો પ્રથમ,
પછી બોસનો રાતદી’ છે દબાવ.
પરાગે કહી વાત: બેસો ઘડી,
હવા, ફૂલ ને ગીતમાં છે બચાવ.
– પરાગ રતનપરા
#ગઝલ #તણાવ #શહેરીજીવન #અનિદ્રા #કુદરત #પરાગરતનપરા
#GujaratiGhazal #Stress #UrbanLife #Insomnia #NatureHeals #ParagRatanpara