પછી
ઘડો તો બને છે ટિપાયા પછી,
ઝગે હીરલો પણ ઘસાયા પછી.
નથી વાંસળીને ખબર સૂરની,
મધુર ગાય છે એ છિદાયા પછી.
હરી પાંદડી પણ હથેળી ઉપર,
રચે લાલ રંગો પિસાયા પછી.
વધે વૃક્ષ ઊંચું, ઘટાદાર થઈ,
નવી ડાળ ફૂટે કપાયા પછી.
પરાગે ય મ્હેક્યો હવામાં ખરો,
હૃદયમાં હજારો ઘવાયા પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #સંઘર્ષ #કસોટી #ઘડતર #પીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #TrialByFire #Resilience #GrowthThroughPain #Perseverance #ParagRatanpara