પાટા
રેલના પાટા સમો આ આપણો પણ સાથ છે,
સાથ ચાલે જિંદગીભર, ક્યાં કદી પણ હાથ છે?
પુલ ઉપર ધ્રૂજ્યાં અને ભેટી ન શક્યાં એટલે
એ ધ્રુજારીમાં જ જાણે આપણી આ બાથ છે.
છોકરાં પરદેશ ઊડ્યાં, સાવ સૂનું સ્ટેશને,
આપણે બે, ને જુઓ, તો ઘેર આજ અનાથ છે.
હું કહું: તું ચાલ આગળ, તું કહે: તું ચાલ ને,
આપણામાં કોણ દાસી, કોણ કોનો નાથ છે?
આ પરાગે દૂર જોયું, એક થ્યા પાટા બધા,
જ્યાં ક્ષિતિજ ભેટે ધરાને, ત્યાં જ ભોળાનાથ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #સાથ #વૃદ્ધાવસ્થા #સમાંતર #પરાગરતનપરા
#GujaratiGhazal #MarriedLife #Companionship #EmptyNest #ParallelLives #ParagRatanpara