← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાણી નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આયખું દોડ્યું સતત, પણ ઝાંઝવે પાણી નથી,
આભ ગાજ્યું રાતભર, ને વાદળે પાણી નથી.

ભાષણોમાં ‘સ્માર્ટ’ થાતાં ગામ આખાં રાતમાં,
ઝૂંપડીની ડોલ ખાલી, ને ઘડે પાણી નથી.

તું ગયો ત્યારે નદી જેવી વહી’તી આંખ આ,
એટલું રોયાં, હવે આ પાંપણે પાણી નથી.

ખેડુએ આકાશ સામે હાથ જોડ્યા રાતદિન,
ખેતરોમાં ફાટ છે, ને ધોરિયે પાણી નથી.

આ પરાગે બાગ દોર્યો કાગળે, રંગો ભરી,
મ્હેક ક્યાંથી? ચિત્રના એ ક્યારડે પાણી નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #તરસ #મૃગજળ #દુકાળ #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #Thirst #Drought #FarmersPain #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછોડ્યા પછીઆગલો લેખ →મૂડી