← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાનખર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત વીતી, ને સવારે આંગણે આ પાનખર,
ખડખડે છે પાંદડાં ને બારણે આ પાનખર.

આયનો બોલ્યો મને ત્યાં સાવ ધીમા સાદથી:
વાળ ધોળા થઈ ગયા ને પાંપણે આ પાનખર.

રંગ ઊડે, ઢોલ વાગે, ગામ આખું ઝૂમતું,
તોય મનમાં આજ પણ છે ફાગણે આ પાનખર.

પૌત્રના ગાલે વસંતો ખિલખિલાટે મ્હેકતી,
હેતથી હળવે ઝુલાવે પારણે આ પાનખર.

આ પરાગે પાન સૂકાંનું બનાવ્યું તોરણું,
ઘર સજાવ્યું, ને હસી એ તોરણે આ પાનખર.

– પરાગ રતનપરા

#ગઝલ #પાનખર #ઘડપણ #વસંત #સ્વીકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Autumn #GracefulAging #Grandchildren #Acceptance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાની ગોદડીઆગલો લેખ →મોટાભાઈ