← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાછી નહીં આવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી જે બાળપણની એ ઘડી પાછી નહીં આવે,
હતી જ્યાં નાવ કાગળની, ઝડી પાછી નહીં આવે.

હજી મા યાદ આવે છે, હજી ઝૂલો ય આંગણમાં,
હતી જે મા તણા કંઠે, કડી પાછી નહીં આવે.

હતા દાદા, હતી વાતો, હતું ઠકઠક ગલીઓમાં,
ગયા એ, સાથમાં એની છડી પાછી નહીં આવે.

દવાખાનાં ઘણાં ખૂલ્યાં, ઘણાં ડૉક્ટર, ઘણી ગોળી,
હતી બાના કબાટે જે, જડી પાછી નહીં આવે.

પરાગે ફૂલને પૂછ્યું, ‘ફરી ખીલીશ ક્યારે તું?’
કહે: ‘ખીલીશ, પણ આ પાંખડી પાછી નહીં આવે.’

– પરાગ રતનપરા

#ગઝલ #બાળપણ #મા #દાદા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #Nostalgia #Grandparents #LostTime #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીવો ધરજોઆગલો લેખ →નવું વર્ષ