← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓસરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરી ગઈ, ને પછી માએ ન વાળી ઓસરી,
કંકુનાં પગલે ઝગે છે આ દિવાળી ઓસરી.

કોણ ગૂંથે ચોટલો સાંજે હવે બેસી અહીં?
સાંજ ઊતરતાં જ લાગે રાત કાળી ઓસરી.

એ જ ખૂણે ઢીંગલી એની હજી બેઠી હશે,
કાચની આંખે સતત જાણે નિહાળી ઓસરી.

આંગળી પકડી પિતાની, ચાલતાં શીખી હતી,
બાળપણ આખું અહીં રમતાં જ ગાળી ઓસરી.

આ પરાગે ઝાડુ મૂક્યું આજ ખૂણામાં, અને
ધૂળમાંથી યાદની મ્હેકો ઉછાળી ઓસરી.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #વિદાય #ઓસરી #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Farewell #Home #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબે કપ ચાઆગલો લેખ →નાવિક