ઊંઘ ક્યાં?
હોર્ન, હોહા, ને ધુમાડો, આ નગરમાં ઊંઘ ક્યાં?
રોજ ગોળીબાર, હત્યા, આ ખબરમાં ઊંઘ ક્યાં?
પાંપણો પર તું જ બેઠી, બંધ આંખે તું જ તું,
તું વસી છે એ નજરમાં, એ નજરમાં ઊંઘ ક્યાં?
ઊંઘતા નેતા સભામાં, ઘોરતી સરકાર પણ,
આમ જનતાને ભલા, હો કે કબરમાં ઊંઘ ક્યાં?
રાતની ગાડી, ઝરૂખે ચાંદ, ખખડે પાટિયાં,
ઘર ભણી દોડે હૃદય, તો એ સફરમાં ઊંઘ ક્યાં?
આ પરાગે ફૂલ પર કાઢી બધી રાતો, છતાં
ગુંજતો એ રાતભર, તો એ ભ્રમરમાં ઊંઘ ક્યાં?
– પરાગ રતનપરા
#ગઝલ #અનિદ્રા #શહેર #પ્રેમ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sleepless #CityNoise #LoveAndLonging #Satire #ParagRatanpara