નેતાજી અને મચ્છર
સભામાં
નેતાજી ગરજ્યા:
‘ભ્રષ્ટાચારને હું
મચ્છરની જેમ મસળી નાખીશ!’
એ જ વખતે
એક મચ્છર
એમના નાક પર આવી બેઠો.
નેતાજીએ જોરથી
તાળી પાડી —
મચ્છર તો ઊડી ગયો,
પણ જનતાએ
ઊભા થઈને
તાળીઓ પાડી.
બીજે દિવસે છાપામાં:
‘નેતાજીના ભાષણને
ઊભા થઈને વધાવ્યું.’
મચ્છર
આજે પણ
એમની આસપાસ જ ફરે છે,
લોહી ચૂસે છે,
અને દર પાંચ વર્ષે
એક સભા ગોઠવે છે.
– પરાગ રતનપરા