← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નેટ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર આખી પ્રજા આ ઊંઘ ત્યાગી નેટ પર,
તોય ના સંવેદનાની જ્યોત જાગી નેટ પર.

મંદિરે જાતા નથી હમણાં ભગત સઘળા હવે,
આરતી ને દર્શનો, પરસાદ માગી નેટ પર.

શોકના સંદેશ આવ્યા, પોસ્ટ પર ટોળાં થયાં,
પ્રેતને પણ લાઇકોની ભૂખ લાગી નેટ પર.

ના થયાં ફેરા, ન ઢોલી, ના ચડી ઘોડી, જુઓ,
પ્રેમિકા પણ એક ‘ડીપી’ સાથ ભાગી નેટ પર.

આ ‘પરાગે’ પોસ્ટ કીધી, હાર્ટ આવ્યાં સો-હજાર,
શબ્દની સાચી અસર ના ક્યાંય વાગી નેટ પર.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સોશિયલમીડિયા #મોબાઇલ #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SocialMedia #OnlineLife #LikesCulture #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખકહું શું?આગલો લેખ →ફાગણમાં મીરાં