ને ખમ્મા
રડી પણ ના, છતાં ભીની રહી એ આંખને ખમ્મા,
ઉછેરી, ને ઉડાડી દે, જનેતા-પાંખને ખમ્મા.
ચિતા ઠંડી પડી, તોયે હજી હૂંફે ભરેલી, એ
નદીમાં ઓગળે ધીમે, પિતાની રાખને ખમ્મા.
ભલે ભૂખ્યો, ભલે નાગો, ન વેચ્યું નામ પોતાનું,
સદા ઊંચી રહી, એવી ગરીબી-શાખને ખમ્મા.
વતનની આબરૂ ખાતર ખપી જે સરહદે સૂતા,
અમર ગાથા, ધરા પૂરે સદાયે સાખ, ને ખમ્મા.
પરાગે ફૂલ પાસેથી હવાનું ઊડવું માગ્યું,
મળી કેવળ સુગંધીની ઘડીભર ઝાંખ, ને ખમ્મા.
– પરાગ રતનપરા
#ગઝલ #ખમ્માઘણી #મા #પિતા #શહીદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Blessings #MothersWings #FathersAshes #Martyrs #ParagRatanpara