← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નળિયાં પરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર નાચી રહી છે વાદળી નળિયાં પરે,
ને ઝબૂકી રોશની થઈ વીજળી નળિયાં પરે.

ઓસરીએ બાળ સૌ ગણતાં હતાં ટીપાં, અને
બાળપણની ગણતરી, આ આંગળી નળિયાં પરે.

ધાર ધીમી ઝરમરે ને સંભળાતો સૂર એક,
શ્યામ જાણે છેડતો’તો વાંસળી નળિયાં પરે.

ફ્લૅટમાં આવ્યો હવે, ને ઊંઘ પણ આવે નહીં,
કાનમાં ગુંજે હજી જે સાંભળી નળિયાં પરે.

આ ‘પરાગે’ સાચવી છે શ્વાસમાં આજે ય એ,
મ્હેક માટીની હતી, જે ઓગળી નળિયાં પરે.

– પરાગ રતનપરા

#ગઝલ #વરસાદ #નળિયાં #બાળપણ #ગામનુંઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #RainOnRoofTiles #ChildhoodRain #VillageHome #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતારા લટકાનેઆગલો લેખ →શબ્દોને ચડી ગઈ ખાલી