← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નગર એટલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નગર એટલે
દસ લાખ લોકોનું
એક જ દિશામાં
મોડું પડવું.

નગર એટલે
લિફ્ટમાં
અરીસા સામે ઊભા રહીને
પડોશી સાથે
વાત ન કરવી.

નગર એટલે
બારમા માળની બાલ્કનીમાં
તુલસીનું એક કૂંડું,
જેને
ગામની યાદ આવે ત્યારે
એ
વધારે લીલું થઈ જાય છે.

નગર એટલે
રાતે અઢી વાગ્યે
ઝળહળતો એક ચાર રસ્તો,
જ્યાં સિગ્નલ
લાલ, પીળું, લીલું
થયા કરે છે
કોઈ ન હોય તો પણ —

બિલકુલ
આપણી જેમ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનાનું ઘરઆગલો લેખ →ના મનાય