← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક નાના આગિયાના પેટમાં પણ ભાણ છે,
એક ચપટી લૂણનું તો રાજ પર પણ બાણ છે.

રોજ ટપકે બુંદ ધીમે, એક જગ્યા પર સતત,
તો પછી ફાટી પડે, કેવો ભલે પાષાણ છે.

સેતુ બંધાતો હતો ત્યાં એક ખિસકોલી ય પણ
રેત લાવી, એ જ એની પીઠ પર કલ્યાણ છે.

કેટલાંયે શાહ આવ્યા, ને ગયા માટી મહીં,
એક તુલસી ક્યારડે આજેય તાજો પ્રાણ છે.

આ પરાગે એક કણ થઈ ફૂલમાં બેસી, જુઓ,
મધ બનું તો, એ જ ક્ષણ મારું ખરું નિર્વાણ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #નાનુંપણમોટું #દાંડીકૂચ #ધીરજ #તુલસી #પરાગરતનપરા
#GujaratiGhazal #SmallIsMighty #DandiMarch #Perseverance #HumbleContribution #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરાતરાણીઆગલો લેખ →સેલ