← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ના પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ જોડી કોઈ સામે ભોંય જોવું ના પડે,
આબરૂને કાજ છાનું ક્યાંય રોવું ના પડે.

રોટલો સૂકો ભલે હો, પેટ ભરશું પ્રેમથી,
ભીખ માગી, કોઈ દ્વારે માન ખોવું ના પડે.

જીત એવી ના મળે, જે કોઈના ભોગે મળે,
હાથ પરથી કોઈનું પણ રક્ત ધોવું ના પડે.

ઝૂંપડી નાની ભલે ને, થાળ ખાલી હો ભલે,
કોઈના ઉપકારનો આ ભાર ઢોવું ના પડે.

આ ‘પરાગે’ એક બસ માગી દુઆ, હે રામ, કે
શબ્દની માળા મહીં કો' જૂઠ પ્રોવું ના પડે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #સ્વમાન #ખુમારી #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #SelfRespect #Dignity #Truthfulness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસગું ક્યાં?આગલો લેખ →મ્હેક છે