ન આ પારે, ન પેલે પાર
બની લોલક સતત ઝૂલું, ન આ પારે, ન પેલે પાર,
કળી છું હું, જરા ખૂલું, ન આ પારે, ન પેલે પાર.
અમીરી ખ્વાબમાં ઝૂલે, ગરીબી રોજ ખિસ્સામાં,
હિસાબે રોજ હું ભૂલું, ન આ પારે, ન પેલે પાર.
વિદેશે ઘર વસાવ્યું, પણ વતન છૂટ્યું નથી મનથી,
વિના મૂળે, ન હું ફૂલું, ન આ પારે, ન પેલે પાર.
વિદેશે દીકરો મારો, અહીં હું એકલો ઘરમાં,
નથી ત્યાં જઈ શકું, ઝૂરું, ન આ પારે, ન પેલે પાર.
હતો હું ફૂલમાં, ડાળે; હવામાં છું, ધરા ક્યાં છે?
પરાગે! ક્યાં હવે ડૂલું? ન આ પારે, ન પેલે પાર.
– પરાગ રતનપરા
#ગઝલ #દ્વિધા #મધ્યમવર્ગ #પરદેશ #અધવચ્ચે #પરાગરતનપરા
#GujaratiGhazal #InBetween #MiddleClass #Diaspora #Dilemma #ParagRatanpara