← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોસમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વસંતે કહ્યું: ખીલ.
ઉનાળે કહ્યું: બળ.
ચોમાસે કહ્યું: ભીંજા.
શિયાળે કહ્યું: થીજી જા.

હું દરેક મોસમનું કહ્યું
માનતો રહ્યો.

એક દિવસ
પાનખરે આવીને કાનમાં કહ્યું:
‘હવે છોડ.’

ત્યારે સમજાયું —
આ આખું વરસ
મને
છોડતાં શીખવવાની
તાલીમ હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફરીઆગલો લેખ →ગામનો રસ્તો