મોરપીંછું
નાની હતી ત્યારે
એણે
મોરપીંછું
ચોપડીનાં પાનાં વચ્ચે મૂક્યું હતું —
એમ માનીને
કે એને બચ્ચાં થશે.
રોજ સવારે
ચોપડી ખોલીને જોતી.
બચ્ચાં ન થયાં.
પીંછું ઝાંખું થતું ગયું.
વર્ષો પછી
આજે એ જ ચોપડી
એની દીકરીના દફતરમાં છે,
ને એ જ પીંછું
એ જ પાને.
દીકરી રોજ સવારે
ચોપડી ખોલીને જુએ છે.
બચ્ચાં તો નથી થયાં,
પણ
ભોળપણ
એક પેઢીથી બીજી પેઢીમાં
જણાઈ ગયું.
– પરાગ રતનપરા