← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોકલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દૂર બેઠો છું છતાં, બા ગોળ-પોળી મોકલે,
ને દુઆઓથી ભરેલી એક ઝોળી મોકલે.

તાવ આવે, એ પહેલાં ફોનમાં પૂછે ખબર,
વૈદ્યજીની બે પડીકી, રોજ ગોળી મોકલે.

ફાગણે રંગો ભરીને કાગળે વીંટી, પછી
હેતથી ગૂંથી, મને એ ગામ-હોળી મોકલે.

ગામની શેરી, ગલી ને મિત્રની એ ધૂળ સૌ,
ફોન પર વાતો કરીને બાળ-ટોળી મોકલે.

આ પરાગે પૂછતાં: બા, આટલું શાને કરે?
એ કહે: હું ક્યાં? મમત આ સાવ ભોળી મોકલે.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #પરદેશ #મમતા #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #LivingAbroad #MothersLove #Homesick #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજાળઆગલો લેખ →વિસ્મય