મોજીલો
ઝૂંપડી છે, ખાટલો છે, લીમડાનો છાંયડો,
ને ઉપરથી આભ આખું — મોજનો આ ઓરડો!
ના તિજોરી, ના તિજોરીની કશી ચાવી અહીં,
ચોર આવે તો ય લઈ જાશે અહીં તો રોટલો.
ગામના ચોરે જમે છે રોજ ગપ્પાંની સભા,
હું ય ત્યાં રાજા બનું, લઈ હાથમાં બસ હોકલો.
સાંજ પડતાં ગાય ભાંભરતી, ધુમાડો ચૂલનો,
એટલામાં તો સરે છે સ્વર્ગનો પણ પોપડો.
આ ‘પરાગે’ ના કશું રાખ્યું, બધું આપ્યું સદા,
તોય લોકો બોલતા: ‘આ તો સુખી છે ડોકરો!’
– પરાગ રતનપરા
#ગઝલ #મોજ #સંતોષ #ગામડું #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #SimpleLiving #Contentment #VillageLife #CarefreeSoul #ParagRatanpara