← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેળામાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણું જોતાં, ઘણું ફરતાં, પિતાનો હાથ મેળામાં,
હજી હું શોધતો ફરતો, ગયો જે સાથ મેળામાં.

ભજનનો સૂર, ઢોલક, ને ચકરડી, ગામ આખું ત્યાં,
બધે શોધ્યો, ન દીઠો ક્યાંય જગનો નાથ મેળામાં.

હતી ભીડે ઠસોઠસ, ને ઉડે ધૂળો બધે ચારે,
અચાનક દોસ્ત જૂનો, ને ભરી’તી બાથ મેળામાં.

ખવાયું પાન કાકાથી, પછી ખાંસી ચડી, કારણ
હતો ચૂનો ઘણો ને સાવ ઓછો કાથ મેળામાં.

‘પરાગે’ ભીડમાં ફૂલી, જરી ના ખોઈ ફોરમ, ને
હવાનો, ધૂળનો, ને મ્હેકનો સંગાથ મેળામાં.

– પરાગ રતનપરા

#ગઝલ #મેળો #પિતા #બાળપણ #ગામનોમેળો #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageFair #LostInTheCrowd #FathersHand #Nostalgia #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઊંચકું છુંઆગલો લેખ →ચાલ, થોડા અબોલા