← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૌનમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શોર વચ્ચે જે ન જડતી, જિંદગી છે મૌનમાં,
દેવળે ના જે મળી, એ બંદગી છે મૌનમાં.

આવજે પણ તેં ન બોલ્યું, તોય હું સમજી ગયો,
આંખની ભીની વિદાયે વાંસળી છે મૌનમાં.

ચેનલો પર ચીસ, ઝઘડા, ને દલીલોનો જ શોર,
ભીડનું સાચું રુદન ને લાગણી છે મૌનમાં.

મંચ પરથી રાતદિન જે ગર્જના કરતા હતા,
એમના ફોટા ઉપર તો આરતી છે મૌનમાં.

ફૂલ તો બોલે નહીં તોયે પરાગે જોઈ લ્યો,
મ્હેકની આખી અનોખી તાજગી છે મૌનમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌન #બંદગી #વિદાય #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #Prayer #UnspokenFarewell #InnerPeace #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખથયો છું હવેઆગલો લેખ →આંસુની રજા