← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે અરીસે જગાવું મને,
ઉદાસી ઘડી તો હસાવું મને.

ગુમાવ્યો હતો જાતમાંથી જ જે,
ફરી એ જ રસ્તે બતાવું મને.

ભલે રૂઠતો રોજ હું જાતથી,
પછી પ્રેમથી હું મનાવું મને.

અહંકાર ઊંચો થયો જ્યાં ઘણો,
ધરા પર ફરી હું ઝુકાવું મને.

પરાગે, ખરી ડાળથી રોજ હું,
હવામાં હવે તો વહાવું મને.

– પરાગ રતનપરા

#ગઝલ #આત્મસંવાદ #સ્વશોધ #અહંકાર #નમ્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfTalk #SelfDiscovery #Humility #InnerJourney #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમારી કવિતાઆગલો લેખ →તારા ગયા પછી