મળે
હલેસાં ઉઠાવે, કિનારા મળે,
ડરે, તો ભલા, ક્યાં સહારા મળે?
અમાસે ભલે ચાંદ દેખાય ના,
જુઓ આભમાં તો સિતારા મળે.
તરસ જો ખરી હોય, તો ઓ સખા,
રણે પણ પછી એક ધારા મળે.
ભલે પાંખ તૂટી, ન છોડો ગગન,
હવાથી ય તાજા ઇશારા મળે.
પરાગે ઝઝૂમી કલમથી સદા,
ગઝલમાં નવા એ નજારા મળે.
– પરાગ રતનપરા
#ગઝલ #હિંમત #સાહસ #આશા #પુરુષાર્થ #પરાગરતનપરા
#GujaratiGhazal #Courage #NeverGiveUp #Hope #Perseverance #ParagRatanpara