માટી
અમારા શ્વાસમાં ભળતો સુગંધી રંગ છે માટી,
કદી કુંભાર કે ખેડૂ, કદી આ અંગ છે માટી.
પડે જ્યાં આભનું ફોરું, ગલી આખી મહેકે છે,
હવાના હોઠ પર ભીનો, ભરેલ ઉમંગ છે માટી.
ઘડો હો, કોડિયું, મૂરત, કબર, જે પણ બને એમાં,
ભલે આકાર નોખા હો, બધાંનો સંગ છે માટી.
હજારો લોક ખૂંદે, તોય ના ફરિયાદ કરતી એ,
સદાયે ખેતરે ખેડૂ લડે, એ જંગ છે માટી.
પરાગે ફૂલ સૂંઘ્યું ને છુપાયેલું મળે શું ત્યાં?
હવામાં મ્હેકવાનો એ અનોખો ઢંગ છે માટી.
– પરાગ રતનપરા
#ગઝલ #માટી #ધરતી #માટીનીમહેક #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #Soil #MotherEarth #PetrichorPoetry #FromDustToDust #ParagRatanpara