મારો નથી
ઝાડ નીચે હું ભલે, પણ છાંયડો મારો નથી,
ઘર ભલે મારા જ નામે, ઓરડો મારો નથી.
બાપુએ વાવ્યો હતો, હું તો તળે બેઠો ફકત,
આંગણાનો આ ઘટાળો લીમડો મારો નથી.
સાંજ પડતાં રોજ બેસું, તોય મનને છે ખબર,
આ જગતના બાગનો આ બાંકડો મારો નથી.
આખરે ચાલ્યો સફર પર ચાર કાંધે ઊંચકી,
સાવ છેલ્લી સોડ જેવો વાંસડો મારો નથી.
શબ્દ આપ્યા ઈશ્વરે, ને તેજ આપ્યું ભાવકે,
આ ‘પરાગે’ જે જલાવ્યો દીવડો, મારો નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #વૈરાગ્ય #અનાસક્તિ #સૂફી #નશ્વરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Detachment #Sufism #Impermanence #Humility #ParagRatanpara