← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારે પગે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈની ના પાલખીમાં, ચાલતો મારે પગે,
ઘાવ ખાધા, ઠેસ ખાધી, દોડતો મારે પગે.

લોક ચડતા જાય ઊંચે પારકી સીડી ગ્રહી,
હું ભલે ધીમો, છતાંયે ઊઠતો મારે પગે.

ઢોલ પણ મારો નથી, ને તાલ પણ મારો નથી,
તોય આખા ગામ વચ્ચે નાચતો મારે પગે.

ના મળી ગાડી મને, ના કોઈ ઘોડો વારસે,
તોય આ સંસાર આખો ઘૂમતો મારે પગે.

ડાળ છૂટી, ફૂલ છૂટ્યું, તોય ના હાર્યો પરાગ,
મ્હેક થઈને આ પવનમાં ઝૂમતો મારે પગે.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્વમાન #આત્મનિર્ભર #ખુમારી #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #SelfReliance #Struggle #StandTall #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલકવોઆગલો લેખ →સીટી