← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માધવને પત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માધવ,
માફ કરજે.
આ વર્ષે જન્માષ્ટમીએ
મેં તને માખણ નથી ધર્યું —
દૂધ મોંઘું છે,
ને ગાયો હવે
શહેરની ગલીઓમાં
પ્લાસ્ટિક ખાય છે.

વાંસળી પણ નથી લાવ્યો —
દીકરાએ કહ્યું:
‘પપ્પા, ફોનમાં ઍપ છે.’

તારા માટે પારણું શણગાર્યું,
પણ સાચું કહું?
એ પારણું ખાલી જ લાગ્યું,
જ્યાં સુધી
પાડોશની ઝૂંપડીનું
ભૂખ્યું બાળક
એમાં સૂઈ ન ગયું.

ત્યારે લાગ્યું —
તું આવી ગયો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગઝલમાંઆગલો લેખ →એક છત્રીમાં