લૉકડાઉન
શહેર બંધ થયું.
રસ્તા ખાલી,
દુકાનો પર તાળાં,
માણસો
પોતાનાં જ ઘરમાં
કેદ.
ત્રીજે અઠવાડિયે
બારીમાંથી જોયું —
વરસો પછી
ચકલીઓ પાછી આવી હતી,
આકાશ ભૂરું હતું,
ને દૂરનો ડુંગર
પહેલી વાર
દેખાયો.
ટીવી પર
રોજ
મૃત્યુના આંકડા.
બારીની બહાર
રોજ
નવી કૂંપળો.
ત્યારે સમજાયું:
આપણે પીંજરામાં હતા,
ને પૃથ્વી
થોડા દિવસ માટે
જામીન પર છૂટી હતી.
– પરાગ રતનપરા