ખંડેર
હવેલીનાં ઝરૂખામાં હજી શણગાર ઝૂરે છે,
ગયો સંગીતનો એ યુગ, ઉજડ દરબાર ઝૂરે છે.
ગયા માણસ, ગયાં પગલાં, ગયા એ દીવડા સઘળા,
કમાડે એક ખીંટી પર સુકાયો હાર ઝૂરે છે.
તિરાડે પીપળો ઊગ્યો, હસે છે એકલો ઊભો,
અને નીચે પડેલો પથ્થરોનો ભાર ઝૂરે છે.
વરસથી કોઈ ના આવ્યું, છતાં સંધ્યા ઢળે ત્યારે,
અધૂરી રાહ જોતું એક ખુલ્લું દ્વાર ઝૂરે છે.
પરાગે જઈ અને પૂછ્યું: ‘હજી શું કામ ઊભું તું?’
કહે: ‘જ્યાં લગ તમારામાં સ્મરણનો તાર ઝૂરે છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #ખંડેર #હવેલી #એકાંત #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Ruins #OldMansion #Solitude #Remembrance #ParagRatanpara