ખભા
ખભા બાપુના તો સહારા હતા,
અમે ત્યાં ચડીને સિતારા હતા.
હવે લાકડી લઈ ડગે છે કદમ,
કદી પીઠ પર ઘાસ-ભારા હતા.
નદી પાર કરતાં ખભે હું હતો,
મને મન બધાયે કિનારા હતા.
હવે બોલ ઝીણા થયા એમના,
હવે માત્ર ભીના ઇશારા હતા.
પરાગે ઉપાડ્યા ખભે બાપુને,
થયું: એ ખભા પણ અમારા હતા.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #બાપુ #ખભો #અંતિમવિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersShoulders #Gratitude #LastJourney #ParagRatanpara