ખબર ના પડી
સરી ગઈ સહેલી, ખબર ના પડી,
ઢળી ગઈ હવેલી, ખબર ના પડી.
રચી ભાગ્યરેખા મજૂરી કરી,
ઘસાતી હથેલી, ખબર ના પડી.
મરણ ને જનમના સવાલો ઘણા,
ઉકેલી પહેલી, ખબર ના પડી.
હજી ઢીંગલી સાથ રમતી હતી,
બની એ નવેલી, ખબર ના પડી.
પરાગે સજાવી ગઝલ ફૂલથી,
મહેકી ચમેલી, ખબર ના પડી.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #અજાણતાં #દીકરી #જીવનયાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #TimeFlies #Unnoticed #Daughter #JourneyOfLife #ParagRatanpara