← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખબર ક્યાં છે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડી આવે મરણ થઈને કદી દ્વારે, ખબર ક્યાં છે?
તરીને જઈ પહોંચું ક્યાંક કો' આરે, ખબર ક્યાં છે?

પરોઢે ખેતરે જઈને, વવાયાં બી, સજી આશા,
પડે વરસાદ, કે ધરતી ઝુરે ભારે, ખબર ક્યાં છે?

ભલે દુશ્મન ઘણા, તોયે ડરું ના એમથી હું તો,
કયો સાથી છરી પીઠે જરા મારે, ખબર ક્યાં છે?

હજી બાકી ઘણી વાતો, ઘણાં ગીતો, ઘણાં સપનાં,
મળે મોકો કયા દિવસે, કયા વારે, ખબર ક્યાં છે?

પરાગે દાવ માંડ્યો છે ગઝલનો, જિંદગી સાથે,
ફરી જીતે, ભલે હમણાં, પછી હારે, ખબર ક્યાં છે?

– પરાગ રતનપરા

#ગઝલ #અનિશ્ચિતતા #જીવન #નિયતિ #મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Uncertainty #LifeAndFate #WhoKnows #Destiny #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતું ને હુંઆગલો લેખ →વાંસળી